સુરત એરપોર્ટ પરથી 64.89 લાખના ગોલ્ડ સ્મગ્લિંગ કેસમા ઈન્વેસ્ટર ઝડપાયા

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરી માટે સ્વર્ગ સમાન હોવાનું સામે આવતું હતું. ત્યારે દુબઈથી થતા ગોલ્ડ સ્મગ્લિંગનો પર્દાફાશ થયો હતો. આ રેકેટમાં ઇન્વેસ્ટરના રોલમાં રહેલા પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. 64.89 લાખના 927 ગ્રામ ગોલ્ડ પાવડર સાથે અન્ય કુલ 76.14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર કૌભાંડમાં પિતા-પુત્ર અફઝલ ગુલામ મોહમદ શાહ અને શહેજાદ અફઝલ શાહએ દાણચોરી માટે ફંડિંગ કર્યું હતું.

જુલાઈમાં શરૂ થયેલા આ કેસમાં SOGએ જહાંગીરપુરા વિસ્તારમાં ચાર ટ્રાવેલિંગ બેગમાંથી 927 ગ્રામ ગોલ્ડ પાવડર કબજે કર્યો હતો. આ સાથે કુલ 76.14 લાખના મુદ્દામાલનો સમાવેશ થાય છે. જેમાં કાર અને મોબાઈલ ફોન પણ કબજે કરાયા છે. વડોદરાના ફૈઝલ અબ્દુલ સતાર મેમણે દુબઈથી ગોલ્ડ મંગાવવા ઓર્ડર આપ્યો હતો. ફૈઝલ કેરિયરો દ્વારા દુબઈથી લાવવામાં આવેલા ગોલ્ડના વેચાણમાંથી આ પિતા-પુત્ર ટકાવારી પ્રમાણમાં કમિશન મેળવતા હતા.આ કૌભાંડ પર્દાફાશ થતા પિતા-પુત્ર જુલાઈથી નાસતા હતા. તેઓએ આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી, જે ના મંજૂર થઈ હતી. છુપાતા ફરતા હતા. તે દરમિયાન તેઓ મુંબઈ અને ભરૂચ જેવા સ્થળોએ રહ્યા હતા. તેઓ દુબઈ ગયા છે કે નહીં તે જાણવા માટે પાસપોર્ટ કબજે કરાયા છે