સુરત, સુરત બ્રેકિંગ: કાપોદ્રા વિસ્તારમાં રત્નકલાકાર હટી અંગે મામલો વધતાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભારે વિરોધ નોધાવાયો છે. કોંગ્રેસી કાર્યકર્તાઓએ બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ નોધાવ્યો અને ગૃહમંત્રીના રાજીનામાંની માંગ કરી છે.
વિરોધકારીઓએ ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ પોસ્ટરો લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો અને રાજીનામાની માંગ કરવાનું શરૂ કર્યું.
દિનેશભાઈ સાવલિયા, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, આ મામલે જણાવ્યું કે “આ ઘટનામાં સરકારની નાપાક નીતિઓ સામે વિરોધ નોંધાવવો જરૂરી છે. ગૃહમંત્રીએ રાજ્યમાં વધતી અશાંતિ અને ગેરકાયદેસર ઘટના પર જવાબદારી લેવી જોઈએ.”
આ વિરોધ માટે કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉત્સાહ છે અને તેઓ સરકારી ખામીઓને સખ્તીથી આગળ લાવવા માંગે છે.