સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિનદયાલ નગર નજીક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પ્રભુ મદ્રાસી દેવીપુજક સમાજના પરેશ વાઘેલાની હત્યા કરવામાં આવી હતી. હત્યા થયા બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે, અને પોલીસે તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું.
કાપોદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્રિષ્નાનગર, દિનદયાલ નગર અને રામનગર વસાહતોમાં ઝડપથી કોમ્બિંગ કરવામાં આવી. અસામાજિક તત્વોને કંટ્રોલ કરવા માટે પોલીસ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
હાલમાં, કાપોદ્રા પોલીસના અધિકારીઓ તપાસને આગળ વધારવા અને વધુ ગુનેગારોના પત્રાલની શોધ કરી રહ્યા છે.
સુરત, JK24x7 News