સુરત :
સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાના મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે પથ્થરમારામાં સંડોવાયેલા લોકો એક નહિ પરતું 10 ગણપતિ મંડપમાં પથ્થરમારો કરવાના હતા. છેલ્લા ત્રણ મહિનાથી કિશોરે આ માટે પોતાની અલગ એક ગૅંગ બનાવી હતી.બે દિવસ પહેલા પણ ગણપતિના પંડાલ પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં તેઓ સફળ થયા નહોતા.
છેલ્લા ત્રણ મહિનાથી ચાલતું હતું પ્લાનિંગ
છ કિશોરોને પકડીને પોલીસ મથકે લઈ જવાયા બાદ હિંદુ-મુસ્લિમના ટોળાં, સામ સામે આવી ગયા હતા. જો કે, પોલીસેે ટીયરગેસના સેલ છોડી, લાઠીચાર્જ કરી સ્થિતિને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક મસ્જિદની નજીક આવેલી બે બિલ્ડીંગોમાં ચાર ઘરો હતો જેમાં ઉપરથી ભારે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ પથ્થરમારામાં ડીસીપી સહિતના પોલીસ કર્મચારીઓ પણ ઘવાયા હતા. પથ્થરમારો કર્યા પછી 27 જેટલા યુવકોએ પોતાના ઘરોમાં અંધારા કરી દીધા હતા અને બહારથી કોઈ પાસે તાળાં મરાવી દીધા હતા. પોલીસે કોમ્બિંગ કર્યું ત્યારે આ માહિતી મળતા આ જ ઘરોમાંથી તમામ પથ્થરબાજોને શોધી કઢાયા હતા.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)