સુરત: ગૃહમંત્રી હર્ષ સંઘવી રહે તે હેપ્પી એક્સલેન્શિયા બિલ્ડિંગમાં ભીષણ આગ!

સુરત: શહેરના વેસુ વિસ્તાર સ્થિત હેપ્પી એક્સલેન્શિયા બિલ્ડિંગમાં આજે આગ લાગવાની ઘટના સર્જાઇ છે. ચોંકાવનારી વાત એ છે કે આ બિલ્ડિંગમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ નિવાસ કરે છે. ઘટના દરમિયાન 8મા માળે આવેલા એક ફ્લેટમાં આગ ભભૂકી ઉઠી હતી.

આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી અને આગ કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરી હતી. ફાયર ફાઇટર્સની ઝડપી કામગીરીને કારણે વધુ નુકસાન અટકાવી શકાયું છે. હાલ સુધીમાં કોઈ જાનહાનિ ની જાણ નથી.

આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવી પ્રાથમિક શક્યતા ફાયર વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, હકીકત અંગે વધુ તપાસ ચાલી રહી છે.

આ ઘટના ફરીથી મકાન સલામતી અને આગ પ્રતિ બચાવના પગલાંઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, ખાસ કરીને જ્યારે આ કોમ્પ્લેક્સમાં રાજ્યના મહત્ત્વના મંત્રીનો નિવાસ હોય.

વધુ વિગતો માટે જોડાયેલા રહો…