સુરત ગ્રામ્ય એલસીબીની ચુસ્ત કાર્યવાહી: ચોરીની પલ્સર બાઇક સાથે રામસીંગ વસાવે ઝડપાયો

સુરત ગ્રામ્ય, તા. 24 એપ્રિલ:
સુરત ગ્રામ્ય પોલીસના સ્થાનિક ગુનાખોરી શાખા (LCB) દ્વારા શરીર સંબંધિત તેમજ નમલકત ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓની ધરપકડ માટે ચુસ્ત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમનવરનસિંહ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશકુમાર જોયસરના માર્ગદર્શન હેઠળ, એલસીબી દ્વારા વાવ ગામ નજીક ચોરીની બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

બાતમી આધારે રેડ:

અ.હે.કો નવક્રમભાઈ અને રાજેશભાઈને ખાનગી બાતમીદાર મારફતે જાણવા મળ્યું કે “રામસીંગ વસાવે નામનો ઇસમ ચોરીની બજાજ પલ્સર બાઇક લઈને વલથાણગામ તરફ Ahmedabad હાઇવે ઉપર ફરતો છે.” પોલીસ ટોળકી તરત ને.હા.નં. 48 પાસે તોરણ હોટલ સામેની સર્વિસ રોડ પર પહોંચી અને રામસીંગને સનવિસ રોડ પર બાઇક સાથે ઉભેલો શોધી કોડગન કરીને ઝડપ્યો.

જપ્ત કરાયેલ મુદામાલ:

  • બજાજ પલ્સર મોટરસાયકલ (MH-39-S-8622) કિંમત: રૂ. 40,000
  • રોકડ રકમ: રૂ. 100
    કુલ મુદામાલ: રૂ. 40,100

આરોપી:
રામસીંગ માક્યા વસાવે (ઉ.વ. 25)
રહે. ચીનચકાઠી, પો.સ્ટે બીજરી, તા. ધડગાવ, જી. નંદુરબાર (મહારાષ્ટ્ર)
ધંધો: મજૂરી

સારી કામગીરી માટે પ્રશંસિત પોલીસ સ્ટાફ:

  • શ્રી આર.બી. ભટોળ – પીઆઈ, એલસીબી, સુરત ગ્રામ્ય
  • શ્રી વી.એલ. ગાગીયા – પીઆઈ, પેરોલ ફ્લો સ્કોડ
  • શ્રી એમ.આર. શેકોરિયા, શ્રી એલ.જી. રાઠોડ, શ્રી એમ.જે. રાઠોડ
  • અ.હે.કો નવક્રમભાઈ, રાજેશભાઈ
  • અ.પો.કો હસમુખભાઈ

આ કાર્યવાહીથી ફરી એકવાર સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સાબિત કરાયું છે કે ચોરી, લૂંટ તેમજ નાસતા ફરતા આરોપીઓ સામે તાત્કાલિક પગલાં લઈને કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવે છે.