સુરત ગ્રામ્ય એલ.સી.બી. (LCB) પોલીસ દળે મોટી સફળતા મેળવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે. તાજેતરમાં મળેલી બાતમીના આધારે સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે ઓપરેશન ચલાવી અને 44.55 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે એક આરોપી હનુમાનરામ મલુરામ ઝાટ(થોરી)ને ઝડપી લીધો છે, જ્યારે અન્ય આરોપીઓ હજુ વોન્ટેડ છે.
ઓપરેશનની વિગત: (LCB) પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળ એક ચોક્કસ બાતમીના આધારે વિશેષ ટીમ બનાવી અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું. બાતમી મુજબ, MH-46-AR-2128 નંબરનું કન્ટેનર દમણ તરફથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લઇ અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. આ દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસ ટીમે ધોરણપરડી ગામની હદમાં રીલીફ હોટલ પાસે નાકાબંધી ગોઠવી.
જેમ જ બાતમી મુજબનું કન્ટેનર આવ્યું, પોલીસ ટીમે તેને રોકી તપાસ કરી. કન્ટેનરના અંદર તપાસ કરતાં પોલીસે મોટો જથ્થો જપ્ત કર્યો, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન હતા.
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
- વિદેશી દારૂ અને બીયર બોટલ/ટીન: 10,356 કિંમત: રૂ. 24,48,960/-
- દારૂ ભરેલ ટ્રક કન્ટેનર (MH-46-AR-2128) કિંમત: રૂ. 20,00,000/-
- આરોપીના કબ્જામાંથી મળેલ મોબાઈલ કિંમત: રૂ. 5,000/-
- કુલ જપ્ત મુદ્દામાલની કિંમત: રૂ. 44,55,510/-
આરોપીઓની વિગતો:
- ઝપટાયેલા આરોપી:
- હનુમાનરામ મલુરામ ઝાટ (થોરી) (ઉંમર: 45), રહે: નોખડા, જગરામ કી ઢાણી, ગડુમાલાની, જી. બાડમેર (રાજસ્થાન)
- વોન્ટેડ આરોપીઓ:
- રમેશભાઈ ચૌધરી – જથ્થો ટ્રકમાં ભરાવી મોકલનાર
- અજાણ્યો ઇસમ – ટ્રક ચાલક સાથે સંકળાયેલ વ્યક્તિ
- અરજણ પત્તારામ ઝાટ – હેરાફેરીનું આયોજન કરનાર
- અજાણ્યો ઇસમ – વિદેશી દારૂનો ઓર્ડર આપનાર
પોલીસની કામગીરી અને આગળની તપાસ: આ સમગ્ર ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળ ના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવ્યું હતું. સુરત ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા ટેકનિકલ અને માનવીય ગુપ્તચર માહિતીના આધારે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલમાં વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે, અને અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી હોય તો તરત જ પોલીસને જાણ કરે જેથી આ પ્રકારના ગુનાઓને રોકી શકાય.
અહેવાલ :- સંતોષ જયસવાલ, સુરત ગ્રામ્ય