સુરત : ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા મહિલા પટકાઈ, સદનસીબે બચાવ થયો, સિસિટીવી ફૂટેજ સામે આવ્યા 

સુરત : ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા મહિલા પટકાઈ, સદનસીબે બચાવ થયો, સિસિટીવી ફૂટેજ સામે આવ્યા

સુરત રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલા ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા ચાલતી ટ્રેન વચ્ચેના અંતરમાં પડી ગયી હતી જો કે મહિલાનો સદનસીબે બચાવ થયો છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

રેલ્વે સ્ટેશન ખાતે લોકો ઉતાવળમાં ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે અને ક્યારેક થોડીક પણ બેદરકારી ખુબ જ ભારી પડી શકે તેમ હોય છે ત્યારે સુરત રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલા ચાલુ ટ્રેન પર ચડવાનો પ્રયાસ કરવા જતા પટકાઈ હતી, મળતી માહિતી મુજબ સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નબર-૧ પર મરૂસાગર ટ્રેનમાં એક મહિલા ચાલુ ટ્રેનમાં દોડીને ચડવાની કોશિશ કરી હતી પરંતુ મહિલાએ સંતુલન ગુમાવતા તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના અંતર પાસે પટકાઈ હતી જો કે ત્યાં હાજર લોકો અને પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન સ્ક્વોડના સીટી પુષ્પેન્દ્ર કુમારે મહિલાને ખેંચી લીધી હતી, સદનસીબે આ ઘટનામાં મહિલાનો બચાવ થયો છે તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ટ્રેન ચાલુ થઇ ગયી હતી અને મહિલા દોડીને ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી હતી આ દરમ્યાન તે નીચે પટકાઈ છે અને ત્યાં હાજર લોકો મહિલાને ખેચી લે છે, મહત્વનું છે કે આ પ્રકારની ઉતાવળ લોકોએ ના કરવી જોઈએ કારણ કે થોડીક પણ બેદરકારી ખુબ જ ભારી પડે શકે છે.

 

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)