વિગતવાર સ્ક્રિપ્ટ:
સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સતત વધી રહી છે ત્યારે ડુમસ વિસ્તારમાં વધુ એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ડુમસ લંગર પર 28 વર્ષના યુવકને ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી રીતે હત્યા કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં હત્યાના પાછળ પ્રેમપ્રકરણ સંબંધિત શંકા વ્યક્ત કરવામાં આવી છે. માહિતી પ્રમાણે, યુવકને મોતને ઘાટ ઉતારનાર મુખ્ય આરોપી માત્ર 17 વર્ષની વયનો છે, જે ઘટનાને અંજામ આપી ત્યાંથી ફરાર થઈ ગયો.
ઘટનાની જાણ થતાં ડુમસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા પ્રાથમિક પુરાવાઓના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈ ભયનો માહોલ ફેલાયો છે.
હવે પૂછપરછ બાદ આગળના ખુલાસા થતા શહેરમાં ફરી પ્રેમપ્રકરણના કારણે થયેલી હત્યાની ચકચાર ઊભી થવાની શક્યતા છે.