સુરત ડુમસ પોલીસે દિવ્યાંગ બાળકને પરિવાર સાથે મળી કરવામાં કરી સરાહનીય કામગીરી!

શહેરના ડુમસ પોલીસની ત્વરિત અને જવાબદાર કામગીરીને કારણે પાંડેસરા વિસ્તારના વિષ્ણુનગરમાં રહેવાથી એક દિવ્યાંગ બાળકને તેના પરિવાર સાથે મળી અપાવવાનું શક્ય થયું છે.

બાળક ચાલતો ચાલતો ડુમસ વિસ્તારમાં પહોંચી ગયો હતો, જ્યાં પોલીસને મળતા બાળક પાસેથી માહિતી લેવામાં આવી. પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકના પરિવારને શોધી કાઢી અને તેને પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલન કરાવ્યું.

પોલીસ તપાસ દરમિયાન ખબર પડી કે બાળકના માતા-પિતા પણ દિવ્યાંગ (ડિસેબલ) છે, જેના કારણે પરિવાર પર વધુ ધ્યાન અને સહાયની જરૂરિયાત જણાઈ રહી છે.

ડુમસ પોલીસની આ માનવીય કામગીરીએ સમાજમાં આશા અને સહકારની લાગણી જગાવી છે.