📍 આગ બોયલર વિભાગમાં લાગી, સમગ્ર બિલ્ડિંગને ભરખી ગઈ
📍 ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, ભારે મહેનત બાદ આગ પર કાબૂ
📍 કોઈ જાનહાની નહીં, મિલમાં ભારે નુકસાન
સુરત જિલ્લાના પલસાના તાંતીથૈયા વિસ્તારમાં આવેલી રાજશ્રી ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ બોયલર વિભાગમાં શરૂ થઈ અને પ્રથમ માળે મજૂરોએ કામ કરતા ટેક્સટાઇલના કપડાને પણ ચપેટમાં લઈ લીધા હતા.
📌 ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી:
આગની જાણ થતાં જ ઉમભેલ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો.
📌 કોઈ જાનહાની નહીં:
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મિલમાં રહેલા કપડાના સ્ટોકને ભારે નુકસાન થયું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
અગ્નિકાંડને પગલે સ્થાનિક વેપારીઓ અને મજૂરોમાં ભયનું માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાની વધુ તપાસ સ્થાનિક વહીવટીતંત્ર અને આગ્નિશામક વિભાગ કરી રહ્યો છે.