સુરત પોલીસે નાઈટ કોમ્બિગ કરી તડીપાર સહિત 13 હથિયાર પોલીસે કર્યા કબ્જે

સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા રોજે રોજ રાત્રિના સમયે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ભેસ્તાન બાદ અમરોલીમાં પોલીસનું કોમ્બિગ કરવામાં આવ્યું હતું. અમરોલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

DCP,ACP PI અને 100થી વધુ માણસોનું કોમ્બિગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ફિઝિકલ વાયોલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી હાથ ધરી હતી. અમરોલીના કોસાડ આવાસ,છાપરાભાઠા,વરિયાવ ઉતરાણ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. દરેક આરોપી હાલમાં શું કરી રહ્યો છે. તે ઘરમાં હાજર છે કે કેમ? તે અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી.