સુરત પોલીસ અને સુરત મનપાનું અનોખું અભિયાન શહેરમાં 129 સ્થળોએ ફૂડ ક્વોલિટી ચેક કરવામાં આવ્યું

સુરત :

સુરત શહેરના છેવાડે આવેલા સચિન વિસ્તારમાં 8 જેટલી શેક્ષણિક સંસ્થા બહાર ચાલતા ફૂડ કોર્ટ અને નાસ્તાની લારી પર ખાણી પીણીની વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ડીસીપી રાજેશ પરમાર, આઈ ડિવિઝનના એસીપી અને સચિન પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત પી.આઇ પીએન વાઘેલા સહીત સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને FSL ની ટીમ તપાસમાં જોડાઈ હતી.

પોલીસને સાથે રાખી એસએમસીએ શરૂ કરી કાર્યવાહી

સુરત પાલિકાના અધિકારીઓએ કહ્યું કે, સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે શહેરના 129 જેટલા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રસ્તા પરની જે નાસ્તાની લારીઓ હોય છે એની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રસ્તા ઉપરની જે નાસ્તાની લારીઓ છે ત્યાં ફૂડ ક્વોલિટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)