સુરત-બેંગ્લોરની ફ્લાઇટ સાથે પક્ષી અથડાતા 200 પેસેન્જર અટવાયા

સુરત :

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઇન્ડિગોની એરલાઇન્સની ગોવા-સુરત-બેંગ્લોરની ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું. આ બર્ડ હિટની ઘટનામાં પ્લેનને નુકસાન પહોંચ્યું હોવાથી ગ્રાઉન્ડડેડ કરી દેવામાં આવ્યું હતું. ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાતે સુરત પહોંચી હતી.

પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો

ઇન્ડિગો એરલાઇન્સે બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરી હતી. જેને કારણે 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. પેસન્જરોને રિફંડ અને સવારની ફલાઇટમાં ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ થવાના કારણે રોષનો માહોલ છવાઈ ગયો હતો. ​​​​​​​સુરતથી બેંગલોરની ફલાઇટને ઇન્ડિગો દ્વારા સવારે 8 વાગ્યામાં રિશિડ્યુલ કરી છે. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા પેસેન્જરને બે ઓપ્શન આપવામાં આવ્યા છે ક્યાતો તમે ફૂલ રિફંડ લઈ લો અથવા સવારની રિશિડ્યુલ ફલાઇટમાં જઈ શકશે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)