
સુરત, તા. ૨૫ એપ્રિલ:
સુરત શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 56,58,039 રૂપિયાની છેતરપિંડીના ગંભીર ગુનામાં ફરાર રહેલા આરોપીને પોલીસને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.
પોલીસની ટીમે આરોપી રજનીકાંત ધીરુભાઈ વસોયાને મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ઝડપી લીધો છે. આ આરોપીએ ફરિયાદી પાસેથી ગ્રે કાપડના જથ્થાની ખરીદી કરી હતી, જેની કુલ કિંમત રૂ. 56,58,039 હતી.
હાલांकि કાપડ મળ્યા બાદ આરોપીએ પેમેન્ટ આપ્યા વગર फरાર થઈ જતાં ફરિયાદીએ ચોકબજાર પોલીસ સ્ટેશને તેના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. FIR મુજબ આરોપી દ્વારા ઉચ્ચ માત્રામાં માલ લેવાઈ પણ કોઈ ચુકવણી નહીં કરાઈ.
પોલીસે તકેદારીથી તપાસ શરૂ કરી અને આરોપીની લોકેશન ટ્રેસ કરી હતી. આખરે મહારાષ્ટ્રના નાસિકમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આરોપી સામે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.