સુરત ભેસ્તાનમાં 300 કિલો ગૌમાંસ સાથે પાંચ ઇસમ ઝડપાયા.

સુરત :

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી ઉન ખાડી કિનારેથી 300 કિલો ગૌમાંસ ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. ત્યારબાદ ભેસ્તાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

તબેલાની આડમાં ગૌ તસ્કરી કરાતી હતી

ગૌમાસ ઝડપાયા બાદની તપાસમાં પતરાના શેડમાં બાંધેલી ૩ ગાય, ૨ ભેંસ,૪ નાના પાડાને મુક્ત કરાવાયા હતાં. સાથે ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઉન વિસ્તારના ગુલઝાર વીલા પાછળ રેડ કરવામાં આવી હતી. જ્યાં તબેલાની આડમાં ગૌ તસ્કરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.પોલીસે પાંચ આરોપીઓમાં ઝુબેર રહીમુદ્દીન શેખ, રાજુ બુધીયા રાઠોડ, અને ઈમરાન ઈસ્માઈલ કુરેશીની ધરપકડ કરી હતી. મુસ્તાક ઉર્ફે રિયાઝ ઉર્ફે ચીકુ મુનાફ શેખ,સમીર નુરખાનની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નઈમ સલીમ કુરેશી વોન્ટેડ જાહેર કરાયો છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)