સુરત મનપાના અધિકારીઓ સિંગણપોરના તરણકુંડ ઓફિસમાં દારૂની પાર્ટી કરતા રંગે હાથો પકડાયા

સુરત :
સુરત શહેરમાં મહાનગર પાલિકાના અધિકારી, કર્મચારીઓ પાલિકાની માલિકીના સ્વીમીંગ પુલની કચેરીમાં જ દારૂની મહેફિલ માણે છે. દારૂની મહેફિલ માણતા અધિકારીઓ ગુરુવારે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

જનતા રેઈડ થતાં દારૂડિયા અધિકારીઓ ઉભી પૂંછડીએ ભાગ્યા

`સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા તરણકુંડમાં ગુરુવારે સાંજે ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની મેચ જોતા જોતાં સુરત પાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યાં હતાં. ત્યારે સિંગણપોરની જનતા તેમજ સુરત મનપાના વોર્ડ નં. 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મીડિયા કર્મચારી સાથે મળીને દરોડા પાડ્યા હતા.

કોર્પોરેટર અને મીડિયા કર્મી સ્વીમીંગ પુલમાં પહોંચ્યા ત્યારે અંદર એક રૂમમાં પાલિકાના અધિકારીઓ લેપટોપ મેચ જોઈ રહ્યાં અને દારૂ પી રહ્યાં હતાં. મીડિયા કર્મીને જોઈ દારૂડિયા અધિકારીઓ ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. મીડિયા કર્મીએ વીડિયો રેકોર્ડિંગ ઓન રાખતા દારૂની બોટલો, નોનવેજ અને ભાગતા અધિકારીઓ કેમેરામાં રેકોર્ડ થઈ ગયા હતા.

અહેવાલ: અશ્વિન પાંડે (સુરત)