સુરત મનપાની પ્રિ મોન્સૂન કામગીરીની ખુલી પોલ અડાજણ બાદ ગોડાદરામાં પણ મોટો ભૂવો પડી જતાં લોકોમાં ભારે ગભરાટ

સુરત

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં રોડ બેસી જતાં એક ટ્રક ફસાઈ ગઈ હતી તેના થોડા જ કલાકોમાં લિંબાયત ઝોનના ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા એક રોડ પર અચાનક મોટો ખાડો પડી ગયો હતો. લોકોને એ વાતની નવાઈ લાગે છે કે આ રોડ પાલિકાએ એક મહિના પહેલા જ બનાવ્યો હતો. એક મહિના પહેલા બનાવેલા રોડમાં મોટો ભુવો પડી જાય એટલે કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાની વાત શરૂ થઈ ગઈ છે.

ગોડાદરા વિસ્તારમાં ચાર રસ્તા પરનો જ એક તરફનો રોડમાં 50 ફુટ જેટલો રોડ બેસી ગયો છે અને તેના કારણે ટ્રાફિક પર માઠી અસર થઈ રહી છે. રોડનો મોટો ભાગ બેસી જતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો છે. આ અંગેની જાણ પાલિકા તંત્રને થતાં તંત્ર પણ દોડતું થયું છે અને રોડ રીપેરીંગ કામગીરી શરુ કરી દીધી છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત )