સુરત :
એક તરફ સુરત મહાનગરપાલિકા સ્વછતા અભિયાનમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવી સુરતને સ્માર્ટ અને ક્લીન સીટીનો એવોર્ડ મેળવ્યો છે. ત્યારે બીજી તરફ આજ સુરત સીટીના છેવાડે આવેલા સચિન વિસ્તારના વોર્ડ નંબર 30માં જાણે સુરત મનપા દ્વારા સ્વછતા રાખવા અને પ્રાર્થમિક સુવિધા આપવા આંખ આડા કાન કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરત શહેરના છેવાડે આવેલા સચિનના વોર્ડ નંબર 30 જ્યાં લાખોની સંખ્યામાં પર પ્રાંતિયો રહે છે. આ પર પ્રાંતિયોના કારણે સુરત રાજ્યની આર્થિક રાજધાની છે.સુરત ઉદ્યોગ ધમધમી રહ્યા છે છતાં આ પર પ્રાંતિય વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા યોગ્ય સાફ સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે લાખોની સંખ્યામાં રહેતા મજુર ર્વર્ગ કામદારો ગંદગીમાં રહેવા મજબુર બન્યા છે.હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદ પડવાના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા વધતી હોય છે. આવા સમયમાં જો મનપા દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી સાફ સફાઈ ના કરવામાં આવે અને વોર્ડ નંબર 30ના અલગ અલગ વિસ્તારમાં બીમારી ફેલાય તો જવાબદાર કોણ?
પાલીગામ, સલમબોર્ડ, બરફફેક્ટરી અને ઉન વિસ્તારમાં ગંદગીનો સામ્રાજ્ય
મળતી માહિતી પ્રમાણે પાલીગામ, સલમબોર્ડ, બરફફેક્ટરી અને ઉન વિસ્તારમાં ગંદગીનો સામ્રાજ્ય છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં સુરત મહાનગરપાલિકા નિષ્ફ્ળ સાબીત થઇ હોય તેમ લાગી રહ્યું છે. આ વિસ્તારમાં યોગ્ય સાફ સફાઈ કરવા માટે યોગ્ય સફાઈ મશીન નથી સન સાધનો નથી અને ઓછી સંખ્યામાં સફાઈ કર્મી હોવાના કારણે સાફ સફાઈ થતો નથી જેસીબી, ટ્રેકટર જેવા મશીનો નહીં હોવાના કારણે સાફ સફાઈ થતી નથી જેના કારણે આવા વિસ્તારમાં સૌથી વધુ રોગચાળો ફેલાવવાની ભીતિ હોય છે.
વોર્ડ નંબર 30ના કોર્પોરેટરો પણ યોગ્ય ધ્યાન આપતાં નથી
જયારે ચૂંટણી આવતી હોય છે ત્યારે પક્ષ હોય કે વિપક્ષ બંને પક્ષના ઉમેદવારો મતદારોના મત મેળવવા મોટી મોટી વાતો કરતા હોય છે લોભાણી વાતો કરતા હોય છે અને જયારે ચૂંટણી જીતી જાય છે ત્યારે 5 વર્ષ માટે એ વિસ્તારમાં શું વિકાસ કરવો છે શું સમસ્યા છે એની સમીક્ષા પણ નથી કરતા આજ રીતે વોર્ડ નંબર 30 ના ચારે કોર્પોરેટર છે જેઓ તેમના વિસ્તારમાં સાફ સફાઈ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફ્ળ સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે.
ચોર્યાસીનો વિકાસ તો વોર્ડ નંબર 30નો ક્યારે થશે ?
એક તરફ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ MLA બનતા ચોર્યાસી વિસ્તારમાં વિકાસના કામોને બુલેટ ટ્રેનની ઝડપથી કરાવી રહ્યા છે રોડ, રસ્તા મીઠાં પાણી સહિતના કાર્યો કરી રહ્યા છે જયારે બીજી તરફ એમના વિધાનસભાના વોર્ડ નંબર 30માં જાણે વિકાસ નારાજ થયો હોય તેમ દેખાઈ રહ્યું છે.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)