સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી ત્રણ હોટલ સામે ફાયર વિભાગે કરી કાર્યવાહી.

સુરત :

સુરત શહેરમાં ફાયર એનઓસી વિનાની સૈંકડો મિલકતોને સીલ મારવામાં આવ્યા છે. આ કામગીરી હજુ પણ ચાલી રહી છે. સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા સુરત રેલવે સ્ટેશન નજીક આવેલી ત્રણ હોટલમાં સીલીંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ હોટલોના બેઝમેન્ટ, બેન્કવેટ હોલમાં સીલ મારવામાં આવ્યા છે.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન નજીકની હોટલોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન ત્રણ હોટલમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નહીં હોવાનું ધ્યાન પર આવ્યું હતું. તેથી ત્રણ હોટલમાં સીલીંગની કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત રેલવે સ્ટેશન નજીકની હોટલ સવેરાનું બેઝમેન્ટ, હોટલ ડી ગ્લેન્સનું બેઝમેન્ટ અને બેન્કવેટ હોલ તથા હોટલ ડાયમંડ પ્લાઝાનું બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યું છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)