ઘટના સુરત શહેરની છે જ્યાં એક એન્જિનિયર યુવકે રોડ પર સરખી રીતે વાહન ચલાવવાનો સંદેશ આપ્યો… પરંતુ સામા પક્ષે સ્થિત અસામાજિક તત્વોને આ વાત ગમી નહીં… અને એ યુવક પર કર્યો ઢોર માર.
મળતી માહિતી મુજબ, માર મારી યુવકના આંખના ભાગે ગંભીર ઇજા થઈ… જેના કારણે ડોક્ટરોએ 20 જેટલા ટાંકા પણ સીવેલા છે.
હમલાવરો કેમ ગુસ્સે થઈ ગયા અને એમણે આવા અંધાધૂંધ મારામારી શા માટે કરી? – એ અંગે પોલીસે હાલમાં તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે અને આરોપીઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય તથ્યો એકઠા કરી રહી છે.
હમલાખોરો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઊઠી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ આ મામલામાં કેટલી ઝડપથી ન્યાય લાવે છે.