સુરત :
સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલ વિકાસ નિગમ લિમિટેડના શ્રમ કલ્યાણ અધિકારી પ્રિયંકા પટેલ દ્વારા શ્રમિકો અને મજૂર વર્ગ માટેના નિયમિત જનજાગૃતિ કાર્યક્રમો અને સરકારી વહીવટીતંત્ર દ્વારા અમલમાં આવતી સરકારી અર્ધ-સરકારી યોજનાઓનો લાભ કામદારોને પૂરો પાડે છે. 12મી જૂનના રોજ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ નિમિત્તે રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ (IUCAW) સુરતના PSI ડી .બી. ટંડેલ અને એએસઆઈ વૈશાલી દેવરે ઉપસ્થિત રહ્યા હતા, જેમણે રેલ વિકાસ નિગમ લિમિટેડના તમામ કાર્યકરોને ગુડ ટચ બેડ ટચ, મહિલા જાતીય સતામણી, સેલ્ફ ડિફેન્સ, પોક્સો એક્ટ, બાળકો ની કાળજી લેવી, મહિલા અભ્યમ 181, સખી વન સ્ટોપ સેન્ટર, PBSC સેન્ટર, તેમજ બાળ મજૂરીના નુકસાન અને કાયદાકીય જોગવાઈઓ વિશે માહિતી પૂરી પાડી હતી, સાથે જ શિક્ષણના અધિકારને લગતી માહિતી આપી હતી, તેઓએ જણાવ્યું હતું કે તમારા બાળકોએ શિક્ષણ તરફ આગળ વધવું જોઈએ અને તમામ બાળકોને શિક્ષણનો સંપૂર્ણ અધિકાર છે. એટલા માટે સૌ પ્રથમ તેમને માત્ર શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ અને કામ કરવા માટે દબાણ ન કરવું જોઈએ. 18 વર્ષથી નીચેના તમામ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓએ માત્ર શિક્ષણ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ..
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આ રેલ વિકાસ નિગમ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર કલ્યાણ સરકારના અતૂટ માર્ગદર્શન અને સમગ્ર ટીમના સહકારથી કરવામાં આવ્યું હતું. જેમાં તમામ કામદારો અને અન્ય મહાનુભાવોએ રેલ વિકાસ નિગમ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર શ્રી ઓ હાજર રહ્યા હતા.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)