સુરત શહેરમાં હાલ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ સક્રિય બની છે.
સુરત શહેર પોલીસ – “તમારી સાથે અને તમારા માટે” સંકલ્પ સાથે લોકોને ટ્રાફિકની માહિતી સમયસર મળી રહે તે માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે. શહેરના કંટ્રોલરૂમમાં અત્યારસુધીમાં કુલ 12 કર્મચારીઓની બે ટીમ બે શિફ્ટમાં કાર્યરત છે. ઉપરાંત ટ્રાફિક નિયંત્રણ અને જાહેર જનતાને સૂચનાઓ આપવા માટે કુલ 100 પબ્લિક એડ્રેસ સિસ્ટમનું પણ સક્રિય રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ટ્રાફિક પોલીસ તરફથી સતત વોટર લોગિંગ, ટ્રાફિક વ્યવસ્થાપન, ડાયવર્ઝન રૂટ, શહેરના ગરનાળાની પરિસ્થિતિ તેમજ ખાડીમાં પાણીની સ્તિતીની અપડેટ્સ આપવામાં આવી રહી છે જેથી લોકો પોતાનું વાહન સુરક્ષિત રીતે ચલાવી શકે અને સમયસર સાચી માહિતી મેળવી રસ્તો પસંદ કરી શકે.
ટ્રાફિક પોલીસ દ્વારા કહ્યું ગયું છે કે આવા પગલાં લેવા પાછળ મુખ્ય હેતુ શહેરવાસીઓની સુરક્ષા અને સલામતી જ છે. લોકો માટે ટ્રાફિકની રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવી રહી છે જેથી કોઇ પ્રકારની અસમંજસતાની સ્થિતિ ન સર્જાય.
👉 મુખ્ય મુદ્દા:
✔️ 12 કર્મચારીઓની બે ટીમ કંટ્રોલ રૂમમાં કાર્યરત
✔️ 100 પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી રાહદારીઓને માહિતી
✔️ વોટર લોગિંગ, ડાયવર્ઝન રૂટ, અને વરસાદ અંગે અપડેટ
✔️ લોકોની સલામતી મુખ્ય પ્રાથમિકતા
અહેવાલ :- બ્યુરો રિપોર્ટ