સુરત શહેર પોલીસ દ્વારા એક સાથે 273 આરોપીઓનું સામુહિક ઓળખ પરેડ કરવામાં આવી

સુરત :

સુરત શહેરમાં બનતા ગુનાઓ અટકાવવા માટે પોલીસ વિભાગની ગુનેગારો પર બાઝ નજર રાખવાના ભાગરૂપે બુડિયા ગામ રામજીવાળી ખાતે ઝોન છ વિસ્તારમાં આવેલ સચિન, સચિન જીઆઇડીસી, ભેસ્તાન, ડુમ્મસ,ઈચ્છાપુર, હજીરા પોલીસ સ્ટેશનના, એમ. સી. આર કાર્ડ ધારોકો, હિસ્ટ્રીશીટરો, ટપોરિયો તથા મિલકત સંબંધી શરીર સંબંધી ગોવાંશ હત્યા ભૂતકાળમાં પકડાયેલા 273 આરોપીઓને એક જગ્યા હાજર કરી આરોપીઓની ઓળખ પરેડ અધિકારીઓ સહિત વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ આરોપીઓની ઓળખ કરે અને હાલના સરનામા સહિત મોબાઈલ નંબર સાથે ફોટોગ્રાફ કરી હાલની પ્રવૃત્તિ બાબતે માહિતગાર કરી ફરીથી ગુનાખોરી ન કરે તે માટે પોલીસ દ્વારા 273 આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમને પોલીસ અધિકારીઓ દ્વારા સલાહ સૂચન આપવામાં આવ્યું હતું.

 

10 વર્ષ જુના આરોપીઓને અલગ- અલગ ગુનામાં સામેલ આરોપીઓ સામેલ

સુરત શહેર ઝોન 6ના ડેપ્યુટી કમિશનર ઓફ પુલીસ રાજેશ પરમારની આગેવાની આ ઓળખ પરેડ કરવામાં આવી હતી અને ડીસીપી પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ઘણા આરોપીઓનું મોઢું, સરનામું બદલાઈ ગયો છે અન્ય જિલ્લામાંથી આવેલા પોલીસ જવાનોને આરોપીઓને ઓળખવામાં મુશ્કેલી ના આવે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો અને રીઢા ગુનેગારો પર પુલીસની બાઝ નજર છે તેમ જણવામાં આવ્યું હતું સાથે સાથે ગુનેગારી છોડી દેવા પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી..

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)