સુરત શહેર પોલીસ દ્વારા ગરમીથી બચાવવા ટ્રાફિક સિગ્નલ્સ પર ગ્રીન શેડ ઉભા કરાયા વાહન ચાલકોને મળશે ગરમીથી આંશિક રાહત
સુરત :
આકરા ઉનાળાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યના લગભગ તમામ જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ છે. સુરત પણ ખૂબ તપી રહ્યું છે. પાછલા ત્રણ-ચાર દિવસથી સુરતનું દિવસ અને રાત્રિનું તાપમાન 42 ડિગ્રીથી વધુ છે. લોકો ગરમીથી તોબા પોકારી ગયા છે. 24 કલાકમાં સુરતમાં હીટવેવના લીધે 10 લોકોના મોત થયા છે, ત્યારે સુરત શહેર પોલીસ કમિશનરે વાહન ચાલકોને ગરમીથી બચાવવા નવતર પ્રયોગ કર્યો છે.
સુરત સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરત પોલીસની અનોખી પહેલ
સુરત શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે, હીટ વેવના પગલે સુરતના શહેરીજનોને ગરમીથી બચાવવા સુરત શહેરના કુલ 15 થી વધારે જંકશન ઉપર મંડપ બાંધવામાં આવેલો છે તેના લીધે ત્યારે વાહન ચાલકો સિગ્નલ નું અમલીકરણ કરે તો એમને તડકામાં ઉભા ના રહેવું પડે અને ગરમીની આડઅસરથી બચી શકાય. સુરતના શહેરીજનોને ટ્રાફિક ના નિયમો બાબતો જાણકારી મળી રહે તેમજ વાહન ચાલકો સ્ટોપ લઈને ઉપર વાહન ઉપર રાખ્યા તેવા વિવિધ ટ્રાફિકને લગતા વિશ્વની જાણકારી એ પબ્લિક એડ સિસ્ટમ દ્વારા તમામ સર્કલ અને ઇન્ચાર્જ પીઆઇઓ આપે છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)