સુરત:
સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં એક 22 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવક ઉત્તરપ્રદેશના કોલા કાજી ગામનો રહેવાસી હતો અને છેલ્લા ચાર મહિના થી સુરત શહેરમાં નોકરી માટે આવ્યો હતો.
મહત્વનું છે કે યુવકને અપઘાત કરવા માટે પંખા સાથે ફાંસો લગાવ્યો હતો, જેને બાદ તાત્કાલિક ઘટના સ્થળે સચિન GIDC પોલીસ પહોંચી અને તપાસ હાથ ધરી છે.
યુવકના આપઘાત પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થતું નથી અને પોલીસ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.
આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક અને ચકચારનો માહોલ સર્જાયો છે.
સ્થળ: સુરત, સચિન GIDC