સુરત સમિતિની શાળામાં ત્રણ શિક્ષકોને વિદેશ પ્રવાસ અને ગેરહાજરી મુદ્દે નોટીસ અપાઈ

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોસાડ આવાસની શાળાના આચાર્યએ મંજુરી વિના એક કરતાં વધુ વખત વિદેશ પ્રવાસ કર્યો તે મુદ્દો શાંત થયો નથી ત્યાં વધુ ત્રણ શિક્ષકોના વિદેશ પ્રવાસ વિવાદમાં આવ્યા છે. હાલમાં સમિતિની ત્રણ શિક્ષિકાઓની જાણ કર્યા વિનાની રજાનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં એક શિક્ષિકા તો 11 વર્ષ સુધી વિદેશ રહ્યાં બાદ હાલ સુરત આવ્યા અને ફરીથી શિક્ષક તરીકેની નોકરી ની માંગણી કરી છે. તો બીજા એક શિક્ષિકા વિદ્યાર્થીઓના પરિણામ આપ્યા વિના જ ગાયબ થઈ ગયા હતા ત જ્યારે વધુ એક શિક્ષિકા સપ્ટેમ્બર મહિનામાં ગેરહાજર રહ્યાં બાદ ફરીથી હાજર થયા જ ન હોવાથી નોટિસ આપવામાં આવી છે.સુરત નગર પ્રાથમિક શિક્ષણ મસિતિ વિવાદનિું બીજુ નામ બની રહી છે તેના કારણે સમિતિની પોઝીટિવ બાબતો પણ દબાઈ રહી છે. શિક્ષણ સમિતિમા મન ફાવે તેમ નોકરી કરતા શિક્ષકોના કારણે સમિતિની ઈમેજને ધક્કો લાગી રહ્યો છે. હાલમાં જ કોસાડની શાળાના આચાર્ય સંજય પટેલ પાલિકા – સમિતિની કોઈ પણ જાતની મંજુરી વિના 33 વખત દુબઈ પ્રવાસ કરી આવ્યા છે અને તેઓનું ધંધાદારી વલણ ના કારણે તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.