સુરત :
સુરત સિવિલ હોસ્પિટલ કેન્ટીનમાં અસામાજિક તત્વોનો આતંક મચાવ્યો હતો. સિવિલ હોસ્પિટલનાં કેન્ટીનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. કેન્ટીનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી. 10થી વધુ અસામાજિક તત્વોએ કેન્ટીન પર પથ્થરમારો પણ કર્યો હતો. જેથી હોસ્પિટલમાં આવેલ દર્દીઓ સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
સિવિલ હોસ્પિટલના મેઈન ગેટની પાસે નાસ્તાની દુકાન ચલાવતા દુકાનદાર સાથે માથાકૂટ કરી હતી. એક યુવકે દુકાનદાર સાથે ઝપાઝપી કરી હતી. યુવક દ્વારા દુકાનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. સિવિલ હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ સમયે નવી સિવિલ હોસ્પિટલના અલગ-અલગ ૪ વોર્ડમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી.
વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની બહાર જ ટબમાં બાપાની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી. વિસર્જનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વો પણ જોડાઈ ગયા હતા.કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં મફતમાં પાણીની બોટલ સહિત નાસ્તો માંગતા હતા. કેન્ટીન ચાલકે પૈસા માંગતા મારા મારી કરવાની સાથે તોડફોડ કરી હતી.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)