સુરત સિવિલ હોસ્પિટલમાં પગાર અને પડતર માંગ સાથે વર્ગ-4નું કામ કરતી મહિલાઓ બેઠા ધરણા પર.

સુરત :

સુરત સિવિલ હોસ્પિટલમાં એક તરફ તબીબો કોલકાતાની ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વર્ગ-4નું કામ કરતી બહેનો પણ પગાર સહિતની પડતર માગોને લઈને ધરણા પર ઉતરી છે. જેને લઈને સિવિલ હોસ્પિટલનું કેમ્પસ ન્યાયની માંગ સાથે રણ સંગ્રામ બન્યું હોય તેવું સામે આવ્યું છે.

રંજનાબેને કહ્યુ કે, અમે 10 વર્ષથી નોકરી કરીએ છીએ. કંઈ સરખું મળતું નથી. થોડું મોડું થાય તો ઘરે મોકલી દે છે. અમને ગમે તેવું બોલે છે. દોઢ મહિને પણ પગાર થતો નથી. હેરાનગતિ કરે છે. અમારી કોઈ ઈજ્જત કરાતી નથી. અમને ઘરે રહેવા કહેવાય છે. ઘરે રહીશું તો ખાઈશું શું. અમારું ભરણપોષણ કેવી રીતે કરીશું. અમને અડધો પગાર પણ મળતો નથી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)