સુરત સ્ટેશન પર બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો સુરતને બદલે ઉધના સ્ટેશને ઉભી રહેશે

રેલ્વે બોર્ડે “સુરત સ્ટેશન ડેવલપમેન્ટ વર્ક” (પ્લેટફોર્મ 02 અને 03 ના બ્લોક) ના સંદર્ભમાં ફેઝ-2ને મંજૂરી આપી છે જે 08.01.2025 (બુધવાર) ના રોજ શરૂ થશે અને 60 દિવસના સમયગાળા સુધી ચાલશે, જે 08.03.2025 (શનિવાર) સુધીમાં પૂર્ણ થવાની ઉમ્મીદ છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ ઉપરોક્ત સમયગાળા દરમિયાન નિયમિત ટ્રેનોની સાથે સાથે સ્પેશિયલ ટ્રેનો પણ દરેક દિશામાં સુરત સ્ટેશન પર ઉભી રહેશે નહીં. હાલમાં દોડતી TOD ટ્રેનો સુરતને બદલે ઉધના સ્ટેશને તે જ સમયે થોભશે. અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ

  1. ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ 09.01.2025 થી 06.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  2. ટ્રેન નંબર 22964 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ 12.01.2025 થી 02.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  3. ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ 07.01.2025 થી 07.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશને ઉભી રહેશે.
  4. ટ્રેન નંબર 22936 પાલીતાણા-બાંદ્રા સુપરફાસ્ટ 08.01.2025 થી 05.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  5. ટ્રેન નંબર 22990 મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ 09.01.2025 થી 06.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  6. ટ્રેન નંબર 19204 વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ 10.01.2025 થી 07.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  7. ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 07.01.2025 થી 07.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  8. ટ્રેન નંબર 16333 વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ 09.01.2025 થી 06.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  9. ટ્રેન નંબર 19260 ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસ 14.01.2025 થી 04.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  10. ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ 08.01.2025 થી 06.03.2025 સુધી
    સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  11. ટ્રેન નંબર 12949 પોરબંદર-સંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ 10.01.2025 થી 07.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  12. ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ 10.01.2025 થી 01.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશને ઉભી રહેશે.
  13. ટ્રેન નં. 12950 સાંતરાગાછી-પોરબંદર સુપરફાસ્ટ 12.01.2025 થી 02.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  14. ટ્રેન નંબર 09207 બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ 10.01.2025 થી 07.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  15. ટ્રેન નંબર દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 08.01.2025 થી 08.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  16. ટ્રેન નંબર 20909 કોચુવેલી-પોરબંદર સુપરફાસ્ટ 12.01.2025 થી 02.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  17. ટ્રેન નંબર 22935 બાંદ્રા-પાલીતાણા સુપરફાસ્ટ 14.01.2025 થી 04.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશને ઉભી રહેશે.
  18. ટ્રેન નંબર 22963 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ 13.01.2025 થી 03.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશને ઉભી રહેશે.
  19. ટ્રેન નંબર 22989 બાંદ્રા-મહુવા સુપરફાસ્ટ 08.01.2025 થી 07.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.
  20. ટ્રેન નંબર 12971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ 08.01.2025 થી 08.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)