સુરત હવે બનશે ગગનચુંબી ઈમારતો એક જ દિવસમાં વધુ 5 હાઈરાઈઝને બિલ્ડીંગને આપી મંજૂરી.

સુરત :

સુરત શહેરમાં ઊંચી ઇમારતોને મંજુરી આપવા માટે જીડીસીઆરની જોગવાઇ મુજબ મનપા કમિશનરના અધ્યક્ષ સ્થાને બનેલી સ્ટ્રકચરલ સેફટી કમિટીની બેઠક મંગળવારે તા. 20 ઓગસ્ટ 2024ના રોજ મળી હતી, જેમાં શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં 45 મીટરથી 70 મીટરની ઊંચાઇ સુધીના પાંચ પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી હતી.

જેમાં પીપલોદ, ભરથાણા-વેસુ, અડાજણ, કતારગામમાં રેસીડેન્સીયલ તેમજ ઉત્રાણ વિસ્તારમાં વીઆઇપી સર્કલ નજીક એક કોમર્શિયલ પ્રોજેકટનો સમાવેશ થાય છે. આ પ્રોજેકટોને મંજૂરી મળતા મનપાને પેઇડ એફ.એસ.આઇ થકી 133.40 કરોડની આવક થશે.

વિસ્તૃત વિગતો મુજબ જીડીસીઆરની જોગવાઇ મુજબ સુરત શહેરમાં 45 મીટરથી વધુ અને 70 મીટર સુધીની ઉંચાઈના બાંધકામોને મંજૂરી આપવા માટે સ્ટ્રકચરલ સેફટી કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં મનપા કમિશનર અધ્યક્ષ સ્થાને છે. ઉપરાંત સુડાના સીઇઓ, આર.એન્ડ બી. ડીઝાઈન સેલના પ્રતિનિધિ, ટેકનિકલ એક્ષપર્ટ (એસ.વી.એન.આઈ.ટી.), સુરત મનપાના શહેરી વિકાસ વિભાગના વડા વગેરેનો સમાવેશ થાય છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)