સુરત – આજે, 168 ચોર્યાસી વિઘાનસભા વિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નં. 53 હેઠળ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલજીના હસ્તે 40 કરોડના ખર્ચે નવા નિર્મિત બુડિયા અને ગભેણી વ્હીકલ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી સંદિપભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન આપ્યું હતું.
શ્રી સી.એર. પાટિલએ જણાવ્યું કે, “આ ભૂમિપૂજન લોકલ લોકોની લાંબી આગ્રહ હતી, જેને આજે પૂર્ણ કરવામાં આવ્યું છે. આ માટે કેન્દ્રિય મંત્રી શ્રી નિતીનભાઈ ગડકરી અને તેમના સમગ્ર ટીમને અભિનંદન.” તેઓએ કહ્યું કે, “આજના સમયમાં, દેશભરના વિસ્તારોમાં જ્યાં પણ રાહતો અને સુરક્ષિત પરિવહન માટેના વિકાસ કાર્યો થઈ રહ્યા છે, તેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજય સરકાર મળીને અમલમાં લાવે છે.“
વધુમાં, શ્રી પાટિલએ જણાવ્યું કે, “માર્ગ અને પરિવહન વિભાગના કેન્દ્રિય મંત્રી શ્રી નિતીનભાઈ ગડકરીના માર્ગદર્શન હેઠળ આજે જે નવી ટેકનોલોજી સાથે મજબૂત અને ટકાઉ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, તે એવી એક નમૂના છે, જેમા જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ જેવી કઠિન જગ્યાઓ પર પણ આ કામો સફળતા મેળવી રહ્યા છે.”
શ્રી પાટિલએ રેઇન વોટર Harvesting પર પણ પ્રકાશ પાડતા જણાવ્યું, “આપણે સૌએ એ RAIN WATER HARVESTING વિશે ગંભીરતાથી વિચારવા જોઈએ. વડાપ્રધાનશ્રીએ હંમેશા કહ્યું છે કે, ‘જળ છે તો કલ છે’, અને ‘ગામનું પાણી ગામમાં’ પણ, યમુના નદીની સફાઈની કામગીરી ફરી શરૂ કરવાની સૂચના આપી છે, જે દિલ્હીમાં વડાપ્રધાનના અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી રહી છે.”
આ કાર્યક્રમમાં રાજય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સુરત જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવીનીબેન, ધારાસભ્ય શ્રી સંદિપભાઈ દેસાઈ, શ્રી સંગીતાબેન પાટીલ, સુરત શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, તેમજ સ્થાનિક પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, અને સ્થાનિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યું.