સુરત, 25 એપ્રિલ 2025છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો સાયબર ક્રાઈમ ગુનાના આરોપી અમદાવાદ થી ધરપકડ

સુરત:
છેલ્લા બે વર્ષથી સાયબર ક્રાઈમ ગુનાની તપાસ કરતા ફરતા આરોપી અવિનાશ રોહિતકુમાર વ્યાસ (ઉ.વ. 35)ની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી પોલીસ કમિશ્નરશ્રી સુરત, ખાસ પોલીસ કમિશનરશ્રી સેક્ટર-1, અને નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન-3ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.

આરોપી અવિનાશ રોહિતકુમાર વ્યાસ, જેમણે નવરંગ સોસાયટી, રન્ના પાર્ક, નારોલ, અમદાવાદમાં નિવાસ કર્યો છે, તે સાયબર ક્રાઈમની ચક્રમાં છેલ્લા બે વર્ષથી નાસી રહ્યા હતા. સિંગણપોર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો (ગુ.ર.નં. 11210063230617/2023).

આ ગુનામાં આરોપી પર IT Act 67 તેમજ IPC કલમ 500, 501, 504, 506 તેમજ 114 મુજબ ગુનો દાખલ છે. અ.હે.કો મહેશભાઈ, વશરામભાઈ, અને કિશનસિંહ પ્રભાતસિંહની ટીમ દ્વારા ગુજરાત પોલીસે અમદાબાદથી આરોપીને પકડીને સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશન લાવી છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ:
સુરત સાયબર ક્રાઈમ, અમદાવાદ
ગુરુતાવક ગુનો:
BNS Act 336(4), 196(A), 299
IT Act 66(C)

આરોપીની ધરપકડ પછી તેને પોલીસ કસ્ટડીમાં મુકવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.