સુરત: સુરત ગ્રામ્ય એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીના મામલે મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી. ભટોળની માર્ગદર્શિકા હેઠળ એલ.સી.બી અને પેરોલ ફ્લો સ્કોડની અલગ-અલગ ટીમો બનાવી ચોક્કસ બાતમીના આધારે આ રેઇડ કરવામાં આવી હતી.
👉 પહેલી કાર્યવાહી:
એલ.સી.બી.ના પો.સ.ઈ. એલ.જી. રાઠોડને ખાનગી બાતમીદારો મારફતે જાણ મળી હતી કે એક અશોક લેલન કંપનીના ટેમ્પો (નંબર GJ-21-Y-0569) માં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને વ્યારા તરફથી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે બારડોલી તાલુકાના આફિયા ગામની હદમાં નેશનલ હાઈવે નંબર 53 ઉપર નાકાબંધી કરી તે ટેમ્પો રોકવામાં આવ્યો હતો.
➡️ ટેમ્પોમાંથી કબ્જામાં લીધેલા મુદ્દામાલની વિગતો:
વિદેશી દારૂની નાની મોટી બોટલ — 1125 નંગ (કુલ કિંમત: ₹2,55,019/-)
ટેમ્પો નંબર GJ-21-Y-0569 — કિંમત: ₹7,00,000/-
આરોપીઓના મોબાઈલ ફોન — 2 નંગ (કિંમત: ₹10,000/-)
રોકડ રકમ — ₹1,950/-
કુલ મુદ્દામાલની કિંમત: ₹9,66,969/-
➡️ પકડાયેલા આરોપીઓ:
કફરોજખાન લકુમાનખાન પઠાણ (ઉંમર: 45) — ટેમ્પો ચાલક
રાજ પ્રકાશભાઇ ગોખલ (ઉંમર: 29) — ક્લીનર
દારૂ ભરી આપનાર અને મંગાવનાર ઇસમની ઓળખ મેળવવા તપાસ ચાલુ
➡️ કફરોજખાન પઠાણનો ગુન્હાખોર ઇતિહાસ:
જુગારધારા અને પ્રોહી એક્ટ હેઠળ અગાઉના 5 ગુના નોંધાયેલા
2020 માં પાસા હેઠળ કેસ
👉 બીજી કાર્યવાહી:
સુરત ગ્રામ્ય એલ.સી.બી. ને બાતમી મળી હતી કે નવીપારડી ગામની સીમમાં આવેલી ગોવર્ધન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મજૂત છે. પોલીસે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો.
➡️ કબ્જામાં લીધેલા મુદ્દામાલની વિગતો:
વિદેશી દારૂની બોટલ — 5148 નંગ (કુલ કિંમત: ₹9,54,144/-)
કુલ મુદ્દામાલની કિંમત: ₹9,54,144/-
➡️ વોન્ટેડ આરોપીઓ:
વિનોદકુમાર કીર — સરનામું: વાવ, કામરેજ, સુરત
હકશનલાલ મનોહરલાલ — સરનામું: રાજસ્થાન
👉 ત્રીજી કાર્યવાહી:
પોલીસને બાતમી મળી હતી કે બંદ બોડી ટાટા કન્ટેનર (નંબર GJ-15-AT-7683) માં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સોનગઢથી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ સહયોગ હોટલના પાર્કિંગમાં દરોડો પાડી કન્ટેનરમાંથી વિદેશી દારૂ કબ્જે કર્યો.
➡️ કબ્જામાં લીધેલા મુદ્દામાલની વિગતો:
વિદેશી દારૂની બોટલ — 17088 નંગ (કુલ કિંમત: ₹23,73,168/-)
કન્ટેનર — કિંમત: ₹10,00,000/-
મોબાઈલ ફોન — 2 નંગ (કિંમત: ₹5,500/-)
રોકડ રકમ — ₹1,200/-
બનાવટી બીલો અને ઈ-વે બીલના દસ્તાવેજો
કુલ મુદ્દામાલની કિંમત: ₹33,79,868/-
➡️ પકડાયેલ આરોપી:
ઐયાઝ હૈયાઝખાન (ઉંમર: 28) — ડ્રાઈવર
દારૂ ભરાવનાર અને ખરીદનારની ઓળખ મેળવવા તપાસ ચાલુ
➡️ કુલ કબ્જામાં લેવાયેલ મુદ્દામાલની કુલ કિંમત:
₹53,00,981/-
➡️ સુરત ગ્રામ્ય LCBની ત્રણ મોટી કાર્યવાઈઓથી દારૂના કાળાબજારનો મોટો ભંડાફોડ:
આ તમામ કારવાઇઓમાં સુરત ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા કુલ ₹53 લાખના દારૂ અને વાહનો કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓના નેટવર્ક અને દારૂની હેરાફેરી પાછળ રહેલા માફિયાઓની ઓળખ માટે વધુ તપાસ ચાલુ છે.
📢 અહેવાલ: સંતોષ જયસવાલ (સુરત ગ્રામ્ય)