સુરત શહેરના RTO વિભાગમાં હાલમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટેના ટેસ્ટ માટે ભારે વેઈટિંગ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ટુ-વ્હીલર માટે ટેસ્ટ આપવાની અપોઈન્ટમેન્ટ સીધી 7મી જુલાઈની મળી રહી છે, જેના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ સુરત RTOમાં રોજે રોજ અંદાજે 275 જેટલી એપોઈન્ટમેન્ટ આપવામાં આવી રહી છે. જોકે, વેકેશનના દિવસો અને વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં અરજદારોની સંખ્યા પણ વધી છે. પરિણામે, હજારો અરજદારોએ એડવાન્સમાં અપોઈન્ટમેન્ટ મેળવીને ટેસ્ટ માટે રાહ જોવી પડી રહી છે.
લાંબા વેઈટિંગને ધ્યાનમાં રાખીને, હવે માંગ ઊઠી છે કે RTOના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકના સમયને વધારવો જોઈએ અને રોજની એપોઈન્ટમેન્ટની સંખ્યામાં પણ વધારો કરવો જોઈએ. જેથી મોટી સંખ્યામાં અરજદારોને યોગ્ય સમયે ટેસ્ટ આપવા તક મળી શકે.
આમ તો RTO વિભાગે કામના વધતા ભારણને ધ્યાનમાં રાખીને સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ડ્રાઈવિંગ ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરી છે, પણ હજી પણ અરજદારોની ભીડ અટકતી નથી.
યાવજર ધ્યાનમાં લેવાનું છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે લાયસન્સ માટેનું ઓનલાઈન ફોર્મ ભરવાનું પોર્ટલ બંધ થઈ જાય છે કે પછી ટેસ્ટ આપવા માટેના કોમ્પ્યુટર એપ્લિકેશન પણ બંધ થઈ જાય છે. આવી ટેક્નિકલ સમસ્યાઓની સીધી અસર ન માત્ર અરજદારો પર પડે છે, પણ RTOના કર્મચારીઓ પર પણ તેની અસર પડે છે.
આવામાં જરૂરી છે કે RTO વિભાગ ટેકનિકલ અને માળખાકીય બંને સ્તરે સુધારા લાવે અને સમાનાંતર વ્યવસ્થાઓ ઉભી કરીને અરજદારોના મુશ્કેલ સમયને સરળ બનાવે.