સુરેન્દ્રનગર જિલ્લાના સંસ્કૃત સેવક ડો.મુકેશ ઇઢારિયા‌ ને રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત ઉત્સવ પ્રસંગે યુવા ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા.

સુરેન્દ્રનગર

તારીખ 6 જુલાઈ શનિવારના રોજ ગુજરાત સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા સંસ્કૃત ભારતીના સહયોગથી કાલિદાસ જન્મજયંતિ નિમિત્તે “આષાઢસ્ય પ્રથમે દિને” સંસ્કૃત ઉત્સવ નામનો કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગર જિલ્લાના ડો. મુકેશકુમાર પ્રેમજીભાઈ ઈઢારીયા ને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ₹51,000 રોકડ પુરસ્કાર, સાલ અને સ્મૃતિચિહ્ન એનાયત કરી “સંસ્કૃત યુવા ગૌરવ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા રાજકોટના વતની હીનાબેન રાજેન્દ્રકુમાર સોનાગ્રા ને ગુજરાત untilસાહિત્ય અકાદમી દ્વારા 11000 રોકડ પુરસ્કાર, સાલ , સ્મૃતિચિહ્ન એનાયત કરી “સંસ્કૃત સેવા સન્માન” આપી સન્માનિત કરાયા હતા. આ સિવાય સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સૌથી વધારે છાત્રોને પરીક્ષા અપાવનાર સંસ્થાનું પણ સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.

સંસ્કૃત ભાષાના પ્રચાર- પ્રસાર માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ એક જ યુવા સંસ્કૃત પ્રચારકને આપવામાં આવતો આ સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર છે. જેમાં વર્ષ- 2024 નો જે પુરસ્કાર છે તે મુકેશભાઈ ઇઢારીયાને એનાયત કરવામાં આવ્યો છે. તેઓ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે છેલ્લા 20 વર્ષથી પ્રયત્નરત છે. પોતાની શિક્ષક તરીકેની સેવાની સાથે સાથે જ્યારે વેકેશનમાં અન્ય લોકો પોતાના પરિવારને સાથે સમય ગાળતા હોય ત્યારે મુકેશભાઈ પોતાના વેકેશનના દસ દિવસ સંસ્કૃત ભાષાના પ્રચાર માટે ફાળવે અને સંસ્કૃત ભારતી ના સંસ્કૃત સંભાષણના નિવાસીય વર્ગોમાં જોડાય છે અને પ્રશિક્ષક તરીકે પોતે નિશુલ્ક સેવા પ્રદાન કરે છે. આ સિવાય પ્રતિવર્ષ સમગ્ર ભારતમાં યોજાતી સંસ્કૃત ભાષા ના ઉત્થાનની વિવિધ બેઠકોમાં પણ સ્વખર્ચે જઈ પોતાની સેવા પ્રદાન કરી રહ્યા છે. દિવાળી અને ઉનાળુ વેકેશનમાં ડો.મુકેશભાઈ પોતાનો કિંમતી સમય સંસ્કૃત ભાષા પુનઃ વ્યવહાર ભાષા બને અને સંસ્કૃત દ્વારા વ્યક્તિ નિર્માણ અને વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણની ભાવનાને ચરિતાર્થ કરવા તેઓ અહર્નિશ પ્રયત્ન રત છે, ડો. મુકેશભાઈ ઇઢારીયા અને હીનાબેન સોનાગ્રા ની આ પ્રશંસનીય સંસ્કૃત સેવાના યોગદાન ને ધ્યાનમાં રાખી આ બંને મહાનુભાવોને આ વર્ષે રાજ્ય સરકારે જે સન્માન આપ્યું તેમના તેઓ ખરા હકદાર છે. અને આ બન્નેએ વ્યક્તિઓએ એવોર્ડની ગરિમા પણ વધારી છે.

આ કાર્યક્રમમાં અકાદમી ના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા, મહામાત્રશ્રી જયેન્દ્રસિંહ જાદવ , ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.નિરજા ગુપ્તા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.સુકાંતકુમાર સેનાપતિ તથા સોમનાથ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી ડો.ગોપબંધુ મિશ્ર અને સંસ્કૃતભારતી ગુર્જર પ્રાંતના અધ્યક્ષશ્રી ડો કૃષ્ણપ્રસાદ નીરૌલાજી અને પ્રાંત મંત્રીશ્રી ડો પંકજભાઈ ત્રિવેદી તથા પ્રાંત સહમંત્રીશ્રી ડો.લલીતભાઈ પટેલ અને પ્રણવભાઈ રાજ્યગુરુ અને પ્રાંત સંપર્ક પ્રમુખશ્રી વિઠ્ઠલભાઈ વાગડિયા ,ડો.કાંતિભાઈ કાથડ તથા ડો.ધર્મેન્દ્રભાઈ મેમકિયા વગેરે મહાનુભાવો તથા મોટી સંખ્યામાં અમદાવાદ નગર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓના સંસ્કૃત અનુરાગી ઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ ડો. કિશોર શેલડીયા, પ્રાંત પ્રચાર પ્રમુખ,સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત,મો.9429043627 એ અખબારી યાદી માં જણાવેલ છે.

અહેવાલ :- ગુજરાત બ્યુરો