સૂત્રાપાડા, તા. ૫ જૂન:
વિશ્વ પર્યાવરણ દિવસને લઈ ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ અંતર્ગત સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા જી.એચ.સી.એલ ફાઉન્ડેશન ખાતે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્રતિબંધ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૂત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર મૌલિક વૈંશેએ જણાવ્યું કે, “વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” ઝૂંબેશ અંતર્ગત વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતિ માટે માર્ગદર્શન આપવું અને પ્લાસ્ટિક મુકત અભિયાનમાં તેઓ સક્રિય ભાગ લેશે તે મહત્વપૂર્ણ છે.
આ નિબંધ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ