ગીર સોમનાથ જિલ્લામાં સૂત્રાપાડા બંદર વિસ્તારમાં તંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ મળેલી ચોક્કસ બાતમીના આધારે તંત્રની ટીમે એક છકડો રીક્ષાને રોકી તેની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન છકડામાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો.
તંત્રને ૧૫૦ કિલોગ્રામ ચોખા, ૧૦૦ કિલોગ્રામ ઘઉં તેમજ બાલભોગના ૨૦ પેકેટ મળી આવ્યા હતા. આ સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા ૫૬,૮૫૦/- જેટલી થાય છે. તંત્રે અનાજ સાથે છકડો પણ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથને સોંપવામાં આવ્યો છે. તંત્રની આ કામગીરીથી ગેરકાયદે અનાજના વેચાણ અને દુરુપયોગ પર અંકુશ લાવવાની દિશામાં કડક સંદેશો પાઠવાયા છે. સાથે જ સામાન્ય નાગરિકોને તેમના હકનું અનાજ યોગ્ય રીતે મળે તે સુનિશ્ચિત કરવા તંત્ર સતત સઘન ચેકિંગ અભિયાન હાથ ધરી રહ્યું છે.
આ કાર્યવાહીથી વિસ્તારના નાગરિકોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો છે અને તંત્રની સક્રિય કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
📍 અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ સોમનાથ.