સૂરતમાં ઉકળાટ વચ્ચે શહેરની BRTS સેવાઓ એલર્ટ મોડ પર, મુસાફરો માટે ORS ની ખાસ વ્યવસ્થા!

સૂરત શહેરમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે અને તાપમાન લોકોના સહનશક્તિના પાર જઈ રહ્યું છે. ગરમીથી જનતા પરેશાન છે ત્યારે સૂરત મહાનગરપાલિકા એલર્ટ મોડ પર આવી છે અને લોકોની આરોગ્યની રક્ષા માટે પગલા ઉઠાવ્યા છે.

શહેરના ખરવરનગર BRTS બસ સ્ટેન્ડ સહિત તમામ BRTS બસ સ્ટેન્ડ પર મુસાફરો માટે ખાસ ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન) ની સુવિધા શરૂ કરવામાં આવી છે. ORS પીને મુસાફરો તાજગી અનુભવી શકે અને ગરમીના પ્રભાવથી બચી શકે છે.

ગરમીથી રાહત માટે શેડોવાળી બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા તેમજ આરામદાયક વાતાવરણ માટે પ્રયાસો કરવામાં આવ્યા છે.

સૂરત મહાનગરપાલિકા દ્વારા તમામ BRTS બસ સ્ટેન્ડ પર આવી સુવિધા શરૂ કરીને ગરમીમાં સફર કરતા મુસાફરોને આરોગ્યપ્રદ ટેકો આપ્યો છે.

આ પગલાંને લઈને લોકો અને મુસાફરો તરફથી ખૂબ જ સારું પ્રતિસાદ મળ્યો છે અને આવનારા દિવસોમાં વધુ સુધારાઓ કરવાની પણ શક્યતા છે.

સૂરત, JK24x7 News