સુરત : સુરત શહેરમાં “તેજજ્ઞાન ફાઉન્ડેશન” દ્વારા આજરોજ “25મી સિલ્વર જુબલી મેડીટેશન ફેસ્ટિવલનું” આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ સહિત ઘણા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં તેમજ અન્ય ઘણી જગ્યા ઉપર કાર્યરત એવી “હેપી થોટ્સ” ના નામે ઓળખાતી સંસ્થા “તેજજ્ઞાન ફાઉન્ડેશન” કે જે આધ્યાત્મિક દ્રષ્ટિએ લોકોને એક નવા વિચારો આપી રહી છે, ત્યારે આજરોજ 25 વર્ષ પૂર્ણ કરી સિલ્વર જુબલી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા, સામાજિક કાર્યકર એવા કાનજીભાઈ ભાલાળા અને પૂજ્ય સંત શ્રી ગુરુભૂષણ સાહેબજી ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ મહોત્સવ નો પ્રારંભ કર્યો હતો અને લોકોને ધ્યાન વિશે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા,
આ કાર્યક્રમમાં આધ્યાત્મિક વિચારો તેમજ બહારની દુનિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે આપણે સૌ પ્રથમ પોતાની અંદરની શાંતિ સ્થાપિત કરવી પડે તે માટે પણ ઘણા વિચારો વ્યક્ત કર્યા હતા, જેમાં “મોબાઈલને થોડા સમય માટે દૂર રાખીને ધ્યાન કરવાથી આપણને જીવનમાં વિરામ મળશે અને આપણે વાસ્તવિક ખુશીનો પણ અનુભવ કરીશું” તેવા વિચારો પણ વ્યક્ત કર્યા હતા,
ત્યારે તેજ ગુરુ સર શ્રી નો ધ્યાન વિશે માર્ગદર્શન આપતો વિડિયો બતાવી લોકોમાં એક નવી ઉર્જા ઊભી કરવામાં આવી હતી, જેમાં તેઓએ ધ્યાન શા માટે અને કેવી રીતે કરવું જોઈએ તેના ફાયદા ઉપર વિસ્તૃત માહિતી આપી હતી અને “હું કોણ છું ” જેવા સવાલો ઉપર વિચારો પણ મૂકવામાં આવ્યા હતા ત્યારે તમામ ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા 21 મિનિટનું ધ્યાન આપી આત્માનો અનુભવ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સંચાલક જીતેન્દ્રભાઈ કાજાવદર એ કર્યું હતું અને ફાઉન્ડેશનની 25 વર્ષની યાત્રા પણ વર્ણવી હતી તેમજ આ પ્રસંગે સ્વાસ્થ્ય માટે “વિચાર નિયમ” નામના પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું , તેમજ આવેલ તમામ મહાનુભાવો દ્વારા પણ ધ્યાન વિશે લોકોને માહિતગાર કર્યા હતા અને તમામ ઉપસ્થિત મહેમાનો તેમ જ લોકોએ 21 દિવસના ધ્યાનનો પડકાર લેવાનું નક્કી કર્યું હતું અને તે જ જ્ઞાન ફાઉન્ડેશન દ્વારા દેશના લગભગ 125 શહેરોમાં આ પ્રકારના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ધ્યાન દ્વારા સમગ્ર દેશમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ ઊભું કરી એક અનોખી પહેલ કરી રહ્યા છે.
અહેવાલ :- ગૂજરાત બ્યુરો.