📌 2020માં ગર્લફ્રેન્ડ સાથેના સંબંધના વહેમમાં હત્યા
📌 સેલવાસ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો, મુખ્ય આરોપી દોષી સાબિત
📌 બાકી બે આરોપીઓને શકના લાભ સાથે મુક્તિ
📍 સેલવાસ: 2020માં સાયલી ગામે થયેલા હત્યા કેસમાં મુખ્ય આરોપી રાજેશ પાહુને સેલવાસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આજીવન કેદ અને ₹5,000 દંડની સજા સંભળાવી છે. જો કે, બાકી બે આરોપીને પુરાવાની અછતને કારણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
📌 હત્યા કેસની પૃષ્ઠભૂમિ
સેલવાસના સીલી ગામમાં રહેતા નિલેશ સુરેશભાઈ વરઠા પર તેના પરિચિત રાજેશ પાહુએ જીવલેણ હુમલો કર્યો હતો. હત્યા પાછળના કારણોમાં ગર્લફ્રેન્ડ સાથેના સંબંધને લઈને શંકા હોવાનું સામે આવ્યું હતું.
🔹 અથાલ ગામે બસ લઈને જતા નિલેશને રસ્તામાં અટકાવી હુમલો કરાયો
🔹 લોખંડના પાઈપ વડે હુમલો, ગંભીર ઈજાઓ
🔹 જસવંત ઢીકર પર પણ હુમલો, નિલેશનું હોસ્પિટલમાં મૃત્યુ
📌 કોર્ટનો ચુકાદો
💼 સરકારી વકીલ ગોરધન પુરોહિતે મેડિકલ રિપોર્ટ, સાક્ષીઓની જુબાની અને અન્ય પુરાવા રજૂ કર્યા.
⚖️ કોર્ટના જજ એસ.એસ. સાપ્ટનેકરે રાજેશ પાહુને આજીવન કેદ અને ₹5,000 દંડ ફટકાર્યો.
🛑 બીજાં બે આરોપી કૃણાલ ઉર્ફે કરણ દિનેશ બરાડે અને હંસા જીતુ આધેરને પુરાવાની અભાવમાં નિર્દોષ જાહેર કરાયા.
📌 આ નિર્ણય સાથે સેલવાસમાં હત્યા કેસનો ન્યાયિક અંત આવ્યો છે.