સેવા સેતુ કાર્યક્રમઃ ૨૦૨૪ – વિસાવદરના ૨૩ ગામ, મેંદરડાના ૧૯ ગામ અને માળીયા હાટીનાના ૨૧ ગામના લોકો મેળવી શકશે સરકારની વિવિધ યોજના અને સેવાનો લાભ.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિસાવદર તાલુકાના પીયાવા ગીર પ્રાથમિક શાળા, મેંદરડા તાલુકાના ઝીંઝુડા પ્રાથમિક શાળા ખાતે અને માળીયા હાટીના તાલુકાના અમરાપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. તા.૨૫ ઓક્ટોમ્બર, ૨૦૨૪ના રોજ યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં વિસાવદર તાલુકાના ૨૩ ગામના, મેંદરડા તાલુકાના ૧૯ ગામના અને માળીયા હાટીનાના ૨૧ ગામના લોકો રાજ્ય સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

પ્રાથમિક શાળા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, આધારકાર્ડ, જન્મ મરણના પ્રમાણપત્ર, ગંગા સ્વરુપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ – વય વંદના વગેરે યોજના, ઘરેલું વીજ જોડાણ, પીએમ સમ્માનનિધી લાભાર્થીનું ઇ-કેવાયસી, બસ કન્સેશન પાસ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ, આદિજાતિ વિકાસ યોજનાઓ, નવી વારસાઈ અરજીઓ સહિતની સેવાઓનો ગ્રામજનો લાભ મેળવી શકશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)