સોનાની માળા કહી રૂ.80,000ની છેતરપીંડી કરનાર ટોળકી વેરાવળ રેલવે સ્ટેશન પાસે ઝડપાઈ, રોકડ રકમ પણ કબ્જે


વેરાવળ શહેરમાં સોનાની માળા કહીને રૃ. 80,000ની છેતરપીંડી આચરનાર ટોળકીને ચોક્કસ બાતમીના આધારે વેરાવળ સીટી સર્વેલન્સ સ્કોડે ઝડપી લીધી છે.

જૂનાગઢ રેન્જના આઇ.જી.પી. નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ મળેલ સૂચનાના અનુસંધાને 06 મેના રોજ આવેલી ફરીયાદ પરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઘટનાનું વિગતવાર વર્ણન:
06/05/2025ના રોજ સવારે 9 વાગ્યાના સુમારે વેરાવળ રેલવે સ્ટેશન નજીક વીમાર્ટ મોલ પાછળની ગલીમાં ત્રણ અજાણ્યા ઇસમોએ વેરાવળની મંજુબેન નામની મહિલા સાથે છેતરપીંડી આચરી હતી. આરોપીઓએ કહ્યું હતું કે તેમની માતા દવાખાને દાખલ છે અને પૈસાની જરૂર છે, જેથી તેઓ સોનાની માળા વેચી રહ્યા છે. ફરીયાદી મહિલા પૈસા ભેગા કરી રૂ. 80,000 આપ્યા બાદ આરોપીઓએ ધાતુની નકલી માળા આપીને નાશી ગયા હતા.

જ્યારે ફરીયાદી મહિલાએ સોનાર પાસેથી તપાસ કરાવતા માળા ખોટી હોવાનું જણાતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

પોલીસની કાર્યવાહી:
ફરિયાદ મળ્યા બાદ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. આર. ગોસ્વામી અને પો.સબ.ઇન્સ્પેક્ટર આર. આર. રાયજાદાના માર્ગદર્શન હેઠળ સીટી સર્વેલન્સ ટીમે ઘટના સ્થળ નજીક અને આસપાસ પેટ્રોલિંગ શરૂ કર્યું. ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન પાસે હનુમાન મંદિર પાસે ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.

જપ્ત કરાયેલ મુદામાલ:

  • રોકડ રૂપિયા ₹80,000/-

આરોપીઓના નામ:

  1. રૂડારામ ગંગારામ વાધેલા (જુનાગઢ, મજેવડી દરવાજા)
  2. નાનજીભાઇ પ્રભુભાઇ સોલંકી (ખામધ્રોળ રોડ, જુનાગઢ)
  3. અમ્રુતભાઇ ત્રિકમભાઇ સોલંકી (મજેવડી દરવાજા, જુનાગઢ)

કાર્યમાં સહભાગી અધિકારી / સ્ટાફ:

  • PI H.R. ગોસ્વામી
  • PSI R.R. રાયજાદા
  • ASI હરેશભાઇ ચુડાસમા, વજુભાઇ ચાવડા
  • HC વિશાલ ગળચર, અનિરૂદ્ધસિંહ રાયજાદા, સુનિલ સોલંકી
  • પોલીસ કોન્સ. અશોક મોરી, નદીમ બ્લોચ, કલ્પેશ વાઢેર, રવિકુમાર ગોહિલ વગેરે

સંદેશ:
આ કામગીરીનું શ્રેય વેરાવળ સીટી સર્વેલન્સ ટીમની ઝડપી અને ચોકસાઈભર્યા કાર્યવાહી ને જાય છે, જેના કારણે ગેરકાયદેસર રીતે પેસા પડાવનારા તત્વો ઝડપાઈ કાયદાના કટઘરા સુધી પહોંચી રહ્યા છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ