👉 સોમનાથ: રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે 18 માર્ચ થી 21 માર્ચ, 2025 દરમિયાન સોમનાથના આંગણે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
➡️ 📌 ભવ્ય શરૂઆત “અઘોરી મ્યૂઝિક” ના શાનદાર પર્ફોર્મન્સથી
17 માર્ચ ના રોજ ફેસ્ટિવલની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર પરિસર, વી.આઈ.પી. પાર્કિંગ ખાતે “અઘોરી મ્યૂઝિક” બેન્ડ દ્વારા કર્ટન રેઈઝર ઈવેન્ટ યોજાઈ. “અઘોરી મ્યૂઝિક” ગ્રૂપે લોકસંસ્કૃતિ અને આધુનિક સંગીતના મિશ્રણ સાથે અનોખું મ્યુઝિકલ પર્ફોર્મન્સ રજૂ કર્યું.
➡️ 🎶 પ્રસ્તુતિના મુખ્ય આકર્ષણો:
🎤 દૂહા-છંદ અને ગરબાનું ફ્યૂઝન
🎤 હિપહોપ સ્ટાઈલમાં ભાતીગળ સંસ્કૃતિના રિધમ
🎤 “આપણા મલકનાં માયાળું માનવી” અને “તું ભૂલો તો પડ ભગવાન…” જેવી લોકપ્રિય રચનાઓ
🎤 ડાકલા અને ગરબાનું સમૃદ્ધ ફ્યૂઝન
🎤 ગુજરાતની લોકસંસ્કૃતિ દર્શાવતા લોકગીતો અને ભજનોની શાનદાર રજૂઆત
➡️ 👥 નાગરિકો અને પ્રવાસીઓનો ઉત્સાહ
👉 “અઘોરી મ્યૂઝિક” ના આકર્ષક પર્ફોર્મન્સ પર સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓ મંત્રમૂગ્ધ થઈને ઝૂમતા જોવા મળ્યા.
👉 વિશેષત: લોકગીતો અને ગરબાના સંગમ પર લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
➡️ 🌟 ગણમાન્ય મહેમાનોની હાજરી:
✅ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની
✅ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ઈન્દ્રજીતસિંહ વાળા
✅ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
✅ નિવાસ અધિક કલેક્ટર રાજેશ આલ
✅ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયા
✅ પ્રાંત અધિકારી વિનોદ જોશી
✅ જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલિયા
✅ જનરલ મેનેજર વિજયસિંહ ચૌહાણ
➡️ 🎯 બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ માટે તંત્રની ખાસ તૈયારી:
👉 બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં વિવિધ રમતો જેવી કે બિચ વોલીબોલ, ખો-ખો, મલખંભ, કબડ્ડી સહિતની રમતો યોજાશે.
👉 રાજ્યભરના ખ્યાતનામ રમતવીરો અને ટીમો ભાગ લેશે.
👉 આ ફેસ્ટિવલમાં લોકસંસ્કૃતિના કાર્યક્રમો, મ્યુઝિકલ શો અને ફૂડ ફેસ્ટિવલ પણ આયોજિત થશે.
➡️ 🚀 સોમનાથમાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલના રોમાંચની ધૂમ!
અહેવાલ : પ્રકાશ કારાણી વેરાવળ સોમનાથ.