સોમનાથના સાનિધ્યમાં દેશના 76′ માં ગણતંત્ર પર્વે ધ્વજ વંદન કરવામાં આવ્યું.

સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતાનું માનબીંદુ છે. સોમનાથ મંદિર નિર્માણ અને સ્વતંત્રતા મળ્યા બાદ દેશ નીર્માણની ચળવળ એક સાથે શરૂ થઇ હતી. ત્યારે આજે આપણો દેશ અને સોમનાથ મંદિર વિશ્વ તરફ ઉન્નત મસ્તકે ભારતીય સંસ્કૃતિના અક્ષય હોવાનો પુરાવો આપી રહ્યા છે.આજરોજ 76’માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ, સોમનાથ પરીસરમાં ટ્રસ્ટી પ્રોફેસર શ્રી જે ડી પરમારના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયેલ જેમાં પોલીસ કર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ, ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો, શ્રી સોમનાથ મંદિર રૂદ્રીમંડળના તીર્થપુરોહિતો જોડાયા હતા.

ધ્વજ વંદન બાદ ભારતમાતા અને સરદારશ્રી પ્રતિમાને ભાવાંજલી, પુષ્પાંજલી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશભરથી આવતા યાત્રીઓ જોડાયા હતા અને ધન્ય બન્યા હતા.
આખો દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ધર્મધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. જેના દર્શન કરીને લોકોમાં ધાર્મિક સહિષ્ણુતા અને દેશભક્તિ સભર વાતાવરણ સર્જાયું હતું. સોમનાથમાં પ્રજાસત્તાક પર્વ પર 2 ધ્વજ ફરકી રહ્યા હતા. એક સોમનાથ મહાદેવનો ધર્મ ધ્વજ કે જે આપણી આસ્થા અને અખંડિતતાનો સૂચક છે. એક આપણા સૌનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો કે જે આપણી વિવિધતામાં એકતાનું પ્રતિક છે.


પ્રજાસત્તાક પર્વે સંદેશ આપતા ટ્રસ્ટીશ્રી જે ડી પરમાર એ જણાવેલ કે, સોમનાથમાં ગૌરવસમાન રાષ્ટ્ર ધ્વજને સલામી આપી કૃતાર્થ થયા, સ્વતંત્ર ભારતમાં સ્વાસ લઇ રહ્યા છે, સ્વતંત્ર હોવુ એ માનવ જીવનની કૃતાર્થતા છે. ભારત ગુલામીમાંથી મુક્ત થયો 15 ઓગસ્ટ 1947 ના રોજ, પણ સાચી આઝાદી 1950 માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ ત્યારે મળી હતી. પ્રજા સત્તાક એટલે જે શાશન માં પ્રજા સર્વોપરી છે. વિશ્વમાં સર્વસ્વિકૃત અને સર્વશ્રેષ્ઠ ભારતનું બંધારણ છે. આ પ્રસંગે ખાસ બંધારણ સમીતીના 300 વિદ્વાનો ને તથા અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકર, સાથેજ સોમનાથ ના નિર્માણ સાથે જોડાયેલા સરદાર પટેલ, કનૈયાલાલ મુન્શી, દિગ્વિજયસિંહ સહિત મહાનુભાવોને યાદ કરેલ હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)