સોમનાથમાં પરંપરાગત ચોરવાડ ઝુંડ ભવાની માતાજીનો ત્રિદિવસીય મેળોનો થશે પ્રારંભ.

સોમનાથ

ખારવા સમાજ ના પટેલશ્રી જીતુભાઇ કુહાડા માહીતી આપી છે જેમાંઆ મેળામાં સમસ્ત ખારવા સમાજનાં લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પોતાના ટેન્ટ બાંધી તેમાં રહી મેળાનો લાભ લે છે. સાથોસાથ ભવાની માતાજીની પૂજા-અર્ચન આરતી તેમજ રાત્રે બહેનો દ્વારા રાસ-ગરબા રમઝટ બોલાવતા હોય છે. તેમજ મેળામાં ભાદરવા સુદ-એકમના બુધવારે સવારે સૌપ્રથમ ખારવા સમાજનાં પટેલશ્રી જીતુભાઇ કુહાડા તથા અખિલ ગુજરાત મચ્છીમાર મહા મંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા પૂજાવિધિ કર્યા બાદ તમામ લોકો પૂજાપો ચડાવશે. ત્યારબાદ ભાદરવા સુદ-બીજ ના દિવસ મેળાનું સમાપન થશે..

અહેવાલ :- દિપક જોશી (ગીર સોમનાથ)