સોમનાથમાં શ્રાવણ-2025 : ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય મહોત્સવ, 25 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી થશે ભોળેનાથના જયઘોષ સાથે ભવ્ય આયોજન.

શ્રાવણ મહિનાની પવિત્ર શરૂઆત ભોળેનાથના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના તીર્થસ્થળે વિશેષ ભક્તિમય વાતાવરણમાં થઈ રહી છે. તારીખ 25 જુલાઈથી 23 ઓગસ્ટ 2025 સુધી ચાલી રહેલા આ પાવન શ્રાવણ મહિને ભજન, ભોજન અને ભક્તિનું સંગમ બની જશે સમગ્ર સોમનાથ ધામ.

પ્રથમ જ્યોતિર્લિંગ સમી સોમનાથના આ 30 દિવસીય શિવોત્સવમાં દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ ભોળેનાથના દર્શન માટે પધારશે. આ ભવ્ય આયોજન માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહુસ્તરીય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. દર વર્ષે કરતા વધુ ભક્તોની આવકના અનુમાન સાથે માઇક્રો મેનેજમેન્ટથી લઈને સ્પેશિયલ પૂજન વ્યવસ્થાઓ, આરોગ્યસંચાર અને આગ્નિશમન સુવિધાઓ પણ ગોઠવવામાં આવી છે.

🔸 ખાસ વિશેષતાઓ:

  • મહામૃત્યુંજય યજ્ઞ ફક્ત ₹25 માં:
    ભક્તો આ પાવન યજ્ઞમાં ભાગ લઈ શકશે અને યજમાન બની શકશે. રક્ષા કંકળ અને પ્રસાદના સાથે યજ્ઞશાળામાં વિશેષ અનુષ્ઠાનનો લાભ મળશે.

  • વિશિષ્ટ શ્રૃંગાર દરરોજ:
    દરરોજ સોમનાથ મહાદેવને અલગ અલગ ધાર્મિક શૃંગાર કરાશે જેમ કે સવાલક્ષ બિલ્વ પત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, કૃષ્ણ જન્મોત્સવ શૃંગાર વગેરે.

  • “પાલખી યાત્રા” નો ભક્તિમય અનુભૂતિ:
    આ વર્ષે ચાર સોમવાર ઉપરાંત શ્રાવણ પૂર્ણિમા, શિવરાત્રિ અને અમાસે પણ પાલખી યાત્રાનું આયોજન કરાયું છે.

  • “સંકીર્તન ભવન” બનેલ એકમાત્ર વન સ્ટોપ પૂજન સોલ્યુશન:
    અહી ભક્તો ધ્વજાપૂજા, પાઘપૂજા, કાલસર્પ નિવારણ, રુદ્રાભિષેક જેવી પૂજાઓ માટે નોંધણી કરાવી શકશે.

  • ઓનલાઈન પૂજા વ્યવસ્થા – માત્ર ₹25માં બિલ્વ પૂજા:
    bhakt Somnath.org પરથી ઘરે બેઠા પણ પૂજાની નોંધણી કરી શકે છે. તેઓને રુદ્રાક્ષ અને નમન ભસ્મ પોસ્ટ દ્વારા મોકલાશે.

  • વિશેષ આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થા:
    મંદિર પરિસરમાં ફાયર સિસ્ટમ, ફર્સ્ટ એડ, તાલીમપ્રાપ્ત સ્ટાફ, તેમજ દિવ્યાંગો અને વૃદ્ધો માટે નિઃશુલ્ક વાહન વ્યવસ્થા સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

  • અતિથિગૃહ અને ભોજનાલય વિસ્તરણ:
    યાત્રાળુઓ માટે લિલાવતી, સાગરદર્શન, માહેશ્વરી સહિતના અતિથિગૃહોના રૂમ બુકિંગ માટે Somnath.org પર ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ છે. ભોજનાલયની ક્ષમતામાં પણ વધારો કરાયો છે.

  • ભક્તિગીત, આરતી અને દર્શન હવે ઓનલાઈન:
    સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પરથી યાત્રાળુઓ real-time દર્શન અને આરતી જોઈ શકશે. YouTube, Facebook, Instagram, Telegram સહિતના મીડિયામાં લાઈવ દર્શન ઉપલબ્ધ રહેશે.

  • એકમાર્ગીય ટ્રાફિક વ્યવસ્થા:
    ગુરૂકુલ શંખ સર્કલથી રામ મંદિર સુધીનો માર્ગ શ્રાવણ દરમિયાન એકમાર્ગીય રહેશે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • સ્વચ્છતા અભિયાન:
    ટ્રસ્ટ, નગરપાલિકા અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાત્રિ સફાઈ અને વ્યવસ્થિત કચરાપેટી વ્યવસ્થા પણ ગોઠવાઈ છે.

📌 નોટ:
આ સમગ્ર ભવ્ય આયોજન ટ્રસ્ટના માનનીય સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ આયોજિત છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ