સોમનાથ ખાતેની ચિંતન શિબિરમાં આપનેતા પ્રવીણ રામે મુખ્યમંત્રી પાસે સમય માંગતા સરકારની ચિંતામાં થઈ શકે છે વધારો

21,22 અને 23 તારીખના રોજ ભાજપ સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિરનું આયોજન છે જેમાં મુખ્યમંત્રી,મંત્રી અને આખી સરકાર હાજર રહેવાની છે ત્યારે ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે મુખ્યમંત્રીશ્રીને લેટર લખી ઇકોઝોન તેમજ જિલ્લાના અન્ય સળગતા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે મુખ્યમંત્રીશ્રી પાસે સમય માંગ્યો છે સાથે આપનેતા પ્રવીણ રામે લેટરમાં એક ગર્ભિત ચીમકી પણ આપી દીધી છે કે જો સમય આપવામાં નહિ આવે તો ઇકોઝોન માટે હજારોની સંખ્યામાં લોકોના ટોળા સાથે ચિંતન શિબિરમાં ઘૂસી જઈ ચિંતન કરાવવા માટે મજબૂર કરીશું જો કે પ્રવીણ રામે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે કે મુખ્યમંત્રી ચોક્કસથી સમય ફાળવશે જ જેથી કરીને અમારે હજારોની સંખ્યામાં ચિંતન શિબિરમાં ઘૂસવાની ફરજ નઈ પડે ઇકોઝોનની લડતના પ્રણેતા અને આપ નેતા પ્રવિણ રામે ગીર સોમનાથ જિલ્લાના મહત્વના ત્રણ મુદ્દાઓ પર ચિંતન કરવા માટે મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો છે

1) ગીર સોમનાથ,જૂનાગઢ અને અમરેલીના ખેડૂતો માટે ઇકોઝોન રદ કરવાનો મુદ્દો

2) ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભયંકર નુકસાન થયું હોવા છતાં આ જિલ્લાને સહાય પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે

૩) સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીને લૂંટવા માટે હાઇવે પર 60 કિલોમીટરના અંતરમાં ત્રણ ટોલનાકા ઉભા કરી દેવામાં આવ્યા છે

હવે જોવું એ રહ્યું કે મુખ્યમંત્રીશ્રી ઇકોઝોન અને ઉપરના મુદ્દાઓ પર ચિંતન કરવા માટે પ્રવીણ રામ અને ખેડૂત આગેવાનોને સમય આપશે કે પછી ચિંતન શિબિરમાં સરકારની ચિંતામાં વધારો થશે

 

અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)