સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામ ખાતે આવેલ હિરણ-૨ જળાશય ખાતે નવા નીરના વધામણાં કરતા કલેક્ટરશ્રી.

સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામ ખાતે આવેલ હિરણ-૨ જળાશય ગીર સોમનાથ જિલ્લા માટે પાણીનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.આ વર્ષાઋતુમાં હિરણ-૨ જળાશયમાં કુલ ૨૯૪.૮૮ એમ.સી.એફ.ટી. પાણીના નવા નીર આવેલા છે. તેમજ ૩.૮૮ મીટર સુધી પાણી ભરાયું છે.

હિરણ-૨ સિંચાઇ યોજનાના ગેટ નં-૩ પર જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા તથા નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ તથા વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં જળાશયમાં આવેલા નવા નીરના પૂજા વિધિ સાથે વધામણાં કરવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસા પહેલા ઈમર્જન્સી કામ સિંચાઈ યોજનાના બકેટ/સ્કાવર પુલનું મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.તેમજ હિરણ-૨ જળાશયના સાત રેડિયલ દરવાજા તથા આનુસંગિક એસેમ્બ્લી સંપૂર્ણપણે બદલવામાં આવી છે તથા ડાબા તથા જમણાં કાંઠા નહેર હેડ રેગ્યુલેટરની એસેમબ્લી સંપૂર્ણપણે બદવામાં આવી છે.

નવા નીરના વધામણા કરવાં વેરાવળ પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પલ્લવીબેન બારૈયા, કાર્યપાલક ઈજનેર શ્રી એ.જે.વઘાસિયા તથા નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી એ.પી.કલસરીયા તથા જિલ્લાના અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ :- દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)