સોમનાથ, તા. ૧૧:
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન તીર્થમાં, સોમનાથ ટ્રસ્ટના માન. ટ્રસ્ટી શ્રી J.D. પરમારના 84મા જન્મદિન નિમિત્તે ભક્તિમય અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
આ અવસરે શ્રી પરમાર દ્વારા સંકલ્પપૂર્વક મહાપૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી, જે મંદિરના પૂજારીઓ દ્વારા વિધિસર પૂજામાં મહાદેવને અર્પણ કરાઈ.
સાથે જ આયુષ્ય મંત્ર જાપ અને કુશળક્ષેમ માટે વિધિવત ઉજવણી પણ કરવામાં આવી હતી. રોજના સાંજના શૃંગાર સમયે મહાદેવ માટે વિશેષ દીપમાળા પણ અર્પણ કરવામાં આવશે.
આ સુંદર વિધિએ તીર્થમાં ભક્તિનો માહોલ ઊભો કર્યો હતો અને અનેક તીર્થ પુરોહિતો તેમજ ભક્તોએ હાજરી આપી હતી.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ